MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome You, SIPAI SAMAJ TRUST, GUJARAT. સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત તહેદિલ સે ટ્રસ્ટ કી વેબસાઈટ સેવામેં આપકા ઇસ્તકબાલ કરતા હૈ...

બક્ષીપંચના અહેવાલ મુજબ સિપાઇ સમાજ વિશે

ENGLISH

     ૮ ઓગષ્ટ ૧૯૭૨ના રોજ ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે પછાત વર્ગના લોકોની માહિતી એકત્રિત કરવા માટે એક કમિશનની રચના કરવામાં આવી અને ૨૦ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ સચિવની નિમણુંક કરવામાં આવી હતી. આ  કમિશનના અધ્યક્ષ સ્થાને શ્રી એ. આર. બક્ષી સાહેબ નિમાયા હતા. કમિશનનું મુખ્ય કાર્ય રાજયમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત લોકોની માહિતી એકત્રિત કરવાનું હતું અને સરકારને સોંપવાનું હતું. કમિશને ત્રણ વર્ષથી વધુ સમય અભ્યાસ કરી ગામેગામ ફરી અને અહેવાલ તૈયાર કરી રાજય સરકારને સન ૧૯૭૬માં અહેવાલ રજૂ કર્યો હતો. અને રાજય સરકારે બક્ષી કમિશનના અહેવાલને ૧૯૭૮ની સાલથી અમલ શરૂ કર્યો હતો.

 

     આ બક્ષીપંચની યાદીમાં આપણી સિપાઈ જ્ઞાતિનો સમાવેશ ક્રમ નં. ૬૮ પર સિપાઈ, પટ્ટણી જમાત અને તુર્ક જમાત (ઓલ મુસ્લીમ) થી કરેલો છે. સિપાઈ, પટ્ટણી જમાત અને તુર્ક જમાતનો બક્ષી કમિશનનો અહેવાલ આ મુજબ છે.

 

સિપાઈ

      સિપાહીઓ મુસ્લિમો છે અને સંભવતઃ તેઓ ૩ થી ૪ સદી પહેલાં ભારતમાં સ્થાયી થઈને મોગલ રાજાઓનાં પોલીસ દળમાં કામ કરતા હતા. આ પૈકી કેટલાક રાજયના પોલીસ દળમાં કામ કરતા ધર્માન્તરથી મુસ્લિમ થયેલા સ્થાનિક લોકો પણ હોઈ શકે. સિપાઈ વસ્તીનું મોટું પ્રમાણ મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લામાં છે. મોટા ભાગની સિપાઈ વસતિ કાચા અથવા માટીનાં ઘરોમાં અથવા ચાલીમાં રહે છે. અને એમની દરિદ્ર આર્થિક સ્થિતિને કારણે એ પૈકી મોટા ભાગના રહેઠાણ માટે પૂરતી સગવડ ધરાવતા નથી.

 

      આ જાતિનો મુખ્ય વ્યવસાય પોલીસ દળના માણસો તરીકે કામ કરવાનો હતો અને આજે પણ એમાનાં ઘણા પોલીસ દળમાં નોકરી કરે છે. અગાઉ તેઓ દેશી રાજયોની સેવાઓમાં “સિપાઈતરીકે કામગીરી બજાવતા હતા. પરંતુ હાલ એમાંના કેટલાક પટ્ટાવાળા તરીકે કામગીરી બજાવે છે. અને કેટલાક બીડી-કામદાર, હોટલ-બોય, ઘોડાગાડી હાંકનાર વગેરે જેવી અન્ય નાની કામગીરી બજાવે છે. કટુંબ દીઠ એમની સરેરાશ માસિક આવક રૂા. ૧૦૦ થી ૨૦૦ જેટલી હોય છે. (આ આવક ૧૯૭૮ માં બક્ષીપંચના અહેવાલ વખતની છે) સંભવતઃ રાજવીઓના વર્ગની નાબૂદીને કારણે એ પૈકી ઘણાને રોજગારીની બાબતમાં ભારે સહન કરવું પડયું હતું. અને એમને જુદાં જુદાં પ્રકારના નાનાં વ્યવસાય અને નોકરીઓ સ્વીકારવા પડયાં હતા. એ જ જાતિની ઘણી સ્ત્રીઓ પડદો (બુરખો) રાખે છે અને એથી તે બહારની કામગીરી બજાવીને કુટુંબને એની કમાણીમાં સરળતાથી સહાય કરી શકતી નથી. કુટુંબમાં લાંબી માંદગી જેવા કેટલાક પ્રસંગોએ એઓ પીર” વગેરેનો આશરો લે છે.

 

     સિપાઈમાં અક્ષરજ્ઞાનની ટકાવારી આશરે દસથી વીસ ટકા અને સ્ત્રીઓમાં તે ટકાવારી ઘણી નીચી છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની ટકાવારી પણ ઘણી નીચી છે. નબળી આર્થિક સ્થિતિને કારણે છોકરાઓને જીવનનિર્વાહ ૨ળવા હોટેલમાં અને બીજા મજુરી કામમાં જાતરવા પડે છે. આને પરિણામે તેનો માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ લઈ શક્તા નથી. એમને નાના ઝુપડાં જેવાં ગંદા ૨હેઠાણવાળા ઘરોમાં ૨હેવું પડે છે. આર્થિક રીતે ગરીબ હોવાને કારણે શિક્ષણનાં અને સંસ્કારી જીવનથી તેઓ વંચિત રહયા છે. અમુક સ્થળોએ એમાંના કેટલાક દારૂનાં વ્યસનોવાળા છે. સૈારાષ્ટ્ર પ્રદેશમાં સિપાઈઓ અન્ય પછાત વર્ગના ગણાતા હતા.